પોમાપાળ પ્રાથમિક શાળામાં શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ.

તારીખ: ૦૧-૦૭-૨૦૨૪નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળામાં મહામંત્રી અને ઉપમંત્રીની પસંદગી માટે પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ધોરણ 5નાં વિદ્યાર્થીઓમાંથી હેનીલ પટેલ અને ધ્યેય પટેલ મહામંત્રી અને ઉપમંત્રી બનવા માટે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી જેમાં હેનિલ પટેલ વિજેતા બનતા તેમણે મહામંત્રી અને ધ્યેયને ઉપમંત્રી ઘોષિત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ શાળા સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં પ્રાર્થના સમિતિ, વ્યવસ્થા સમિતિ, શણગાર સમિતિ, સફાઈ સમિતિ અને બાગકામ સમિતિનો સમાવેશ થાય છે.