Khergam : પોમાપાળ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો.

તારીખ : 22-06-2 024નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

જે ખેરગામ પોમાપાળ ફળીયાનાં આદિવાસી અગ્રણી આગેવાન તથા એલઆઈસીમાં ડીઓનાં હોદ્દા પર શોભાયમાન શ્રી જયેશભાઈ પટેલ તથા તેમના કુટુંબીજન તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાનાં 29 બાળકોને તમામ વિષયની નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

તે ઉપરાંત પણ તેઓ તેમના ગૃપ મિત્રો સાથે ધરમપુર, કપરાડાના વિસ્તારોમાં ગરીબ બાળકોને નોટબુક તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરે છે.

આજના પોમાપાળ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમમાં ખેરગામ ગ્રામપંચાયતના ડેપ્યુટી સરપંચ શ્રી જીગ્નેશભાઈ પટેલ, ખેરગામ તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી વિભાબેન પટેલ, પોમાપાળ ફળિયાનાં સભ્ય શ્રી રાકેશભાઈ પટેલનાં હસ્તે 29 બાળકોને તમામ વિષયની નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 શાળા પરિવાર વતી શાળાનાં આચાર્યશ્રી વાસંતીબેન પટેલ દ્વારા જયેશભાઈ પટેલ તથા તેમના પરિવાર માટે આભારની લાગણી વ્યક્ત કરે છે. તેમજ આ  કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા બદલ ગ્રામ પંચાયતનાં ડેપ્યુટી સરપંચશ્રી જીગ્નેશભાઈ પટેલ તથા સભ્યશ્રી રાકેશભાઈ પટેલનો પણ આ  તબક્કે શાળા પરિવાર આભાર વ્યક્ત કરે છે.