જયેશભાઈ પટેલ (એલ.આઈ.સી.) રહે પોમાપાળ ખેરગામનાં તારીખ -૦૯-૦૭-૨૦૨૨નાં જન્મદિવસ પ્રસંગે તેમના પરિવાર દ્વારા ખેરગામ ગામની પોમાપાળ ફળીયા પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫નાં તમામ બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું, તેમજ બાળકોને મોં મીઠું કરાવવામાં આવ્યું.
આજે જન્મદિવસની ઉજવણીની પરિભાષા બદલાઈ છે. જે સમાજ માટે આવકાર્ય છે.
શાળામાં નોટબુક વિતરણ કરવા બદલ શાળા પરિવાર જયેશભાઈ પટેલના તમામ સભ્યો માટે આભારની લાગણી વ્યક્ત કરે છે.
જયેશભાઈ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ
આ લેખથી કોઇકને પ્રેરણા મળે તે હેતુથી અત્રે પ્રસ્તુત છે
0 Comments