પોમાપાળ પ્રાથમિક શાળા ખાતે બાળમેળો યોજાયો.


પોમાપાળ પ્રાથમિક શાળા ખાતે બાળમેળો યોજાયો.

તારીખ :૧૭-૦૮-૨૦૨૩નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળા ખાતે બાળમેળો યોજાયો હતો. જેમાં ધોરણ ૧થી ૫નાં બાળકોને બાળમેળામાં માટીકામ, ચિટકકામ, છાપકામ , રંગપૂરણી, કાગળકામ, ગડીકામ, હાસ્ય દરબાર, ગીત સંગીત અભિનય, કાતરકામ, ચિત્રકામ અને બાળવાર્તા જેવી પ્રવૃત્તિઓ  કરાવવામાં આવી હતી. આયોજન પ્રમાણે આખા દિવસ દરમ્યાન વિવિધ પ્રવૃત્તિઓ સાથે બાળકો પ્રવૃત્તિમય રહ્યા હતાં. આજના આ દિવસે બાળકોએ પોતાની મનોજગતનાં વિચારોને પોતાની પ્રવૃત્તિમાં આકાર આપ્યો હતો. જે બાળકો વારંવાર રજાની માંગણીઓ કરતાં હોય તે આજના દિવસે રજા માંગવાનું પણ ભૂલી ગયા હતા. આ છે પ્રવૃત્તિની કમાલ!

                 જીવનકૌશલ્યો દ્વારા બાળકમાં રહેલી શક્તિઓ અને આવડતો પારખવાનું અને તેના દ્વારા જીવનમાંઆવતા પડકારોને કુશળતા પૂર્વક ઉકેલી જીવનના ઉત્તમ વિકાસ માટે પૂરતી તક પૂરી પાડવાનું ઉત્તમ સ્થાન એટલે જ “જીવન કૌશલ્યો આધારિત બાળમેળો”  
















Post a Comment

0 Comments