શ્રી શશીકાંત એન.પટેલ રહે પોમાપાળ ખેરગામ તા-ખેરગામ જિલ્લા - નવસારી તેમને નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત રક્તદાન કેમ્પમાં તારીખ :૨૩-૦૩-૨૦૨૨નાં રોજ ૧૮મી વખત રકતદાન કર્યું છે.ખેરગામ તાલુકામાંથી પાંચ શિક્ષકો અને આખા ખેરગામ તાલુકામાંથી "વાલી" તરીકે ફકત શશીકાંત પટેલે રકતદાન કરી ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. યોગાનુયોગે આજે તેમની પુત્રી "હીર પટેલનો" જન્મ દિવસ પણ હતો. સ્વેચ્છાએ રકતદાન કરી પુત્રીનો જન્મદિવસની ઉજવણી કરવાની તક ઝડપી લીધી હતી. રક્તદાનમાં ભાગ લેવા બદલ શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.